India's Best Teacher Award 2025

India’s Best Teacher Award 2025: ગૌરવની વાત દ્વારકાના શિક્ષકને ભારતના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, ભગવાન દ્વારકાધીશના ચરણે ધરી આશીર્વાદ મેળવ્યા

India’s Best Teacher Award 2025: દ્વારકા શહેર માટે ગૌરવની વાત છે કે અહીંના પુત્રએ દેશનું નામ રોશન કર્યું છે. દ્વારકાના મૂળ વતની અને હાલ રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં સાયન્સના શિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશ પ્રવિણચંદ ભૂંડિયાને વર્ષ 2025 માટે India’s Best Teacher Award 2025 મળ્યો છે. આ એવોર્ડ તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મળ્યો હતો.

શિક્ષણ ક્ષેત્રે અનોખી સિદ્ધિ

હિતેશભાઈ ભૂંડિયાએ શિક્ષણ ક્ષેત્રમાં અનેક નવીન પ્રયાસો કર્યા છે. વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયને સરળ ભાષામાં સમજાવી શકાય એ માટે તેમણે અનેક પ્રયોગાત્મક મોડલ અને પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. તેમના શિક્ષણની રીત એટલી રસપ્રદ છે કે વિદ્યાર્થીઓ વિષય સાથે જોડાયેલા રહે છે અને તેમને શીખવાનું આનંદ મળે છે.

આ ઉત્કૃષ્ટ કાર્યને કારણે હિતેશભાઈની પસંદગી “India’s Best Teacher Award 2025” તરીકે થઈ હતી. આ એવોર્ડ મળતાં દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

ભગવાન દ્વારકાધીશના ચરણે એવોર્ડ સમર્પિત

એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ હિતેશભાઈ સીધા પોતાના વતન દ્વારકા પહોંચ્યા હતા. ત્યાં તેમણે આ એવોર્ડને ભગવાન દ્વારકાધીશના ચરણે સમર્પિત કર્યો અને આશીર્વાદ મેળવ્યા.

જગત મંદિર ખાતે પૂજારી પરિવારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરીને આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. હિતેશભાઈએ જણાવ્યું કે,

“મારે જીવનમાં જે કંઈ મેળવ્યું છે તે ભગવાન દ્વારકાધીશ અને મારા માતા-પિતાના આશીર્વાદથી જ છે. આ એવોર્ડ હું મારા માતા-પિતાને સમર્પિત કરું છું.”

પરિવાર અને શહેરમાં આનંદનો માહોલ

હિતેશભાઈનો પરિવાર મૂળતઃ દરજી વ્યવસાય સાથે સંકળાયેલો છે. પરિવારમાં અને સમુદાયમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. તેમના મિત્રો, વિદ્યાર્થીઓ અને ગામના લોકોએ ફૂલહાર પહેરી અભિનંદન આપ્યા હતા.

દ્વારકાના સ્થાનિક લોકોએ પણ જણાવ્યું કે,

“આપણા શહેરનો દીકરો દેશના રાષ્ટ્રપતિના હાથેથી એવોર્ડ મેળવે, એ આખા દ્વારકા માટે ગૌરવની વાત છે.”

આ પણ વાંચો: Diwali festival bhavnagar:દિવાળી પહેલા ભાવનગરમાં પેટ્રોલ વેચાણમાં 20% ઉછાળો

વડાપ્રધાન મોદીને પણ કર્યા હતા મુલાકાત

એવોર્ડ મળ્યા બાદ હિતેશભાઈ ભૂંડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન આપ્યા હતા અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.

દ્વારકાનું નામ રોશન કરનાર દીકરો

હિતેશભાઈ ભૂંડિયા માત્ર એક શિક્ષક નહીં પરંતુ પ્રેરણાસ્ત્રોત છે. તેમણે બતાવ્યું છે કે સમર્પણ અને શ્રદ્ધાથી કોઈ પણ સામાન્ય વ્યક્તિ દેશના સ્તરે માન મેળવી શકે છે.

આ સિદ્ધિથી દ્વારકાનું નામ ફરી એક વાર ચમક્યું છે અને સમગ્ર હાલાર પ્રદેશમાં ગર્વનો માહોલ છે.

Scroll to Top